અમેરિકન કોંગ્રેસની પ્રાઇમરી ચૂંટણીમાં ૬ ભારતીયોની જીત

Tuesday 10th March 2020 06:58 EDT
 

વોશિંગ્ટન: અમેરિકી કોંગ્રેસના બે સાંસદો અને બે મહિલાઓ સહિત છથી વધુ ભારતીય અમેરિકનોએ નવેમ્બરમાં પ્રતિનિધિ સભા ચૂંટણી માટે પ્રાઈમરીઝમાં જીત હાંસલ કરી છે. કેલિફોર્નિયામાં વર્તમાન સાંસદ ડો. અમી બેરા અને રો ખન્નાએ પોતપોતાના ક્રમશઃ સાતમા અને ૧૭મા કોંગ્રેસનલ ડિસ્ટ્રીક્ટમાં સરળતાથી જીત હાંસલ કરી છે.
બંને ડેમોક્રેટીક પાર્ટી તરફથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અમેરિકાની પ્રતિનિધિ સભામાં સૌથી લાંબા સમય સુધી સાંસદ રહેલા ભારતીય-અમેરિકી અમી બેરા પાંચમી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ખન્ના ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે. જોકે, તેમને રિપબ્લિકન પાર્ટીના ભારતીય-અમેરિકી ઉમેદવાર રિતેશ ટંડન સામે લડવું પડશે. ટંડનને ખન્ના વિરોધી ભારતીય અમેરિકી સમૂહોનું સમર્થન હાંસલ છે. ટંડન પ્રાઈમરીઝમાં દ્વિતીય સ્થાને આવ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter