અમેરિકા પર પોલર વોર્ટેક્સનો ખતરોઃ બરફના તોફાનની આશંકા

Thursday 20th December 2018 02:20 EST
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકા અને કેનેડાની સરહદ પર આવેલા વિશ્વપ્રસિદ્ધ નાયગ્રા ફોલ્સ દિવસે ને દિવસે ઠરી રહ્યો છે. ન્યૂ યોર્ક અને કેનેડાના ઓન્ટેરિયો રાજ્ય વચ્ચે વહેતું ઝરણું જામવા લાગ્યું છે. હવામાન વિજ્ઞાનીઓ મુજબ આ સિઝનમાં અમેરિકા અને કેનેડામાં ઠંડીનો નવો વિક્રમ બની શકે છે. આ ક્ષેત્રમાં વેધર સિસ્ટમ ‘પોલર વોર્ટેક્સ’ બની રહ્યું હોવાના કારણે આમ થઈ શકે છે. આ તોફાન આર્કટિકાના થીજાવી દેતા પવનને આ ક્ષેત્રમાં લઈ આવશે. તેનાથી અમેરિકા-કેનેડામાં તાપમાન ઝડપથી નીચે જઈ શકે છે અને અસામાન્ય હિમવર્ષા જોવા મળશે. વોશિંગ્ટનમાં ૨૧ ઇંચ હિમવર્ષા થઈ શકે છે જ્યારે સિઝનમાં સરેરાશ ૧૫ ઇંચ થાય છે.

પોલર વોર્ટેક્સ છે શું?

ઉત્તરીય અને દક્ષિણી ધ્રૂવ પર લો પ્રેશર ઝોન અને બર્ફીલા પવનથી બને છે. તે શિયાળામાં ઘણું મજબૂત થઈ જાય છે. આ એક ધ્રૂવીય ચક્રવાતી બર્ફીલો પવન છે, જે આર્કટિક સર્કલ ઉપર ૬૦ હજાર ફૂટની ઊંચાઈ પર ફુંકાય છે.

નાયગ્રા ફોલ્સ સંપૂર્ણ થીજતો નથી

નાયગ્રા ફોલ્સ ક્યારેય પૂરેપૂરો જામતો નથી, પછી પારો ગમે તેટલો નીચે કેમ ન ગયો હોય. બરફની નીચેથી પાણી વહેતું રહે છે. શિયાળામાં દર મિનિટે ૮.૫ કરોડ લિટર પાણી વહે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter