અમેરિકા: હવે બાળકોમાં નવી રહસ્યમય બીમારી, ૩નાં મોત, ૧૦૦થી વધુ બીમાર

Tuesday 12th May 2020 15:50 EDT
 
 

વોશિંગ્ટનઃ કોરોના સામે લડી રહેલા અમેરિકાના ન્યૂ યોર્કમાં એક નવી બીમારી સામે આવી છે. આ બીમારી બાળકોમાં ઝડપથી ફેલાઇ રહી છે. ૧૧મીએ અહેવાલ હતા કે, માત્ર ન્યૂ યોર્કમાં ૭૩થી વધુ બાળકો આ બીમારીના ભરડામાં છે અને ત્રણનાં મોત થયાં છે. સમગ્ર અમેરિકામાં આ રહસ્મય બીમારીના ૧૦૦થી વધુ કેસ સપાટી પર આવ્યા છે.
ફક્ત અમેરિકા જ નહીં બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડમાં પણ આ બીમારીથી ૫૦થી વધુ બાળકો બીમાર થયાં છે. અહેવાલો અનુસાર આ બીમારીનો ભોગ બનનાર બાળકોની ઉંમર સરેરાશ બેથી ૧૫ વર્ષની રહી છે. ન્યૂ યોર્ક જીનોમ સેન્ટર અને રોકફેલર યુનિવર્સિટી મળીને આ બિમારીના કારણો શોધવાના પ્રયત્નો કરી રહી છે. શરૂઆતમાં આ બિમારીને કોરોના ગણવામાં આવી રહી હતી પણ ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયૂ ક્યોમોના જણાવ્યા અનુસાર રહસ્મય બિમારીવાળ બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી નથી. ક્યોમોએ ભલે મોતનો આંક ભલે ત્રણ જ બતાવ્યો હોય પણ સ્થાનિક મીડિયા આ બિમારીથી ૧૦થી વધુ બાળકોનો મોતનો દાવો કરી રહ્યું છે. ન્યૂયોર્ક આરોગ્ય વિભાગે પણ નિવેદન જારી કરી જણાવ્યું છે કે આ બિમારીના કેટલા કેસો સામે આવ્યા છે અને કેટલા લોકોના મોત થયા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter