અમેરિકા 1440 કલાકૃતિ ભારતને પરત સોંપશે

Monday 06th November 2023 10:29 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા ભારતને 1440 પ્રાચીન કલાકૃતિઓ પરત કરશે. આ તમામ કલાકૃતિઓને ગેરકાયદે માર્ગે અમેરિકા લઇ જવાઈ હતી. આની ઓળખ કરવા અને કિંમત નક્કી કરવા માટે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના અધિકારી ન્યૂ યોર્ક પહોંચ્યા છે. 2022માં અમેરિકાએ 300થી વધુ પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત આપી હતી. અન્ય દેશોમાં સ્થિત કલાકૃતિઓ પણ પરત લવાશે, એમ સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter