અમેરિકી પ્રમુખપદનાં દાવેદાર તુલસી ગેબાર્ડ નરેન્દ્ર મોદીને મળ્યા

Tuesday 01st October 2019 15:15 EDT
 
 

ન્યૂ યોર્કઃ વડા પ્રધાન મોદી ન્યૂ યોર્કમાં પ્રમુખપદના દાવેદાર તુલસી ગેબાર્ડને મળ્યા હતા. તુલસી ગેબાર્ડને મળવાનો મોદીનો કોઈ નિર્ધારિત કાર્યક્રમ નહોતો. તુલસી ગેબાર્ડ અમેરિકી કોંગ્રેસમાં ચૂંટાયેલા પહેલાં હિંદુ સાંસદ છે. નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ તુલસીએ કહ્યું કે ભારતના ચૂંટાયેલા નેતા વડા પ્રધાન મોદી સાથે મારી મુલાકાત અનોખી રહી છે. કોંગ્રેસમાં ચૂંટાનાર પહેલાં હિંદુ અમેરિકન હોવાનો મને ગર્વ છે. ભારત અમેરિકાનું ગાઢ મિત્ર છે અને વર્લ્ડમાં તેનું મહત્ત્વ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તુલસી ગેબાર્ડ ૨૦૨૦ની યુએસ પ્રમુખની ચૂંટણીના દાવેદાર છે.
દરમિયાન મોદીએ શનિવારે યુએસ યાત્રાનું સમાપન કરતાં અસાધારણ આગતા-સ્વાગતા કરનાર અમેરિકા અને પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter