ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર દ્વારા ડો. મથાઈ મેમ્મણનું સન્માન

Tuesday 12th October 2021 15:33 EDT
 
 

મિલ્પિતાસઃ ઈન્ડિયા કોમ્યુનિટી સેન્ટર (ICC) દ્વારા જહોન્સન એન્ડ જહોન્સનની જેન્સન ફાર્માસ્યુટિકલ્સ ના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ગ્લોબલ હેડ ડો. ડો. મથાઈ મેમ્મણને સિંગલ શોટ J & J કોવિડ – ૧૯ વેક્સિન વિક્સાવવા બદલ ૨ ઓક્ટોબરે સેન્ટરના એન્યુઅલ બેન્ક્વેટમાં એન્યુઅલ ઈન્સ્પાયર એવોર્ડ એનાયત કરાયો હતો.

તેમણે જણાવ્યું હતું કે J & J, BioNTech અને મોડર્નાએ અગાઉ ક્યારેય વેક્સિન બનાવી ન હતી. પરંતુ, દરેકે જોયું કે જાહેર આરોગ્યનું સંકટ ઉભું થયું હતું અને લગભગ ૧૦,૦૦૦ લોકો દરરોજ મૃત્યુ પામતા હતા. તેથી સૌ મદદ કરવા માગતા હતા.

તેમણે ઉમેર્યું કે આટલા ટૂંકા ગાળામાં વેક્સિન બનાવવાનું વિચારી શકાય તેમ ન હતું, કારણ કે તે સામાન્ય રીતે સાત વર્ષની પ્રક્રિયા છે. તેમણે ઉમેર્યું કે J & J ખાતે ૬૦૦ લોકો વેક્સિન વિક્સાવવા ૨૪ x ૭ કાર્ય કરતા હતા. અમે અમારી તમામ સામાન્ય પ્રોસેસનું ઉલ્લંઘન કર્યું હતું. ૧૪ મહિના સુધી કોઈએ ડે ઓફ સુદ્ધા લીધો ન હતો.

ICCનો ૧૮મો એન્યુઅલ ગાલા કોવિડ -૧૯ ગાઈડલાઈનના પાલન સાથે બીજી વખત વર્ચ્યુઅલ યોજાયો હતો. લાઈવ પ્લેજ ડ્રાઈવ પછી કોમ્યુનિટી સેન્ટરને મદદ માટે યોજાયેલા કોમ્પિટિટિવ લાઈવ ઓક્શનમાં૨૫૭,૦૦૦ ડોલર એકત્ર થયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter