ઓફિસમાં સહકર્મચારીઓ પર ગોળીબારઃ ૧૨નાં મોત

Thursday 06th June 2019 07:18 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાના વર્જિનિયા બીચ મ્યુનિસિપલ સેન્ટરમાં ફરજ બજાવતા એક નારાજ કર્મચારીએ પહેલી જૂને ઓફિસમાં અંધાધૂધ ફાયરિંગ કરતાં ૧૨ કર્મચારીઓનાં મોત થયાં છે. પોલીસના કહેવા પ્રમાણે, ફાયરિંગ કરનારનું પણ આ ઘટનામાં મોત થયું છે અને એક પોલીસકર્મી પણ આ ઘટનામાં ઘાયલ થયો છે. આ ઓફિસમાં લગભગ ૪૦૦ કર્મચારીઓ ફરજ બજાવે છે.

પોલીસે વધુમાં કહ્યું કે, કર્મચારીએ ફાયરિંગ કર્યું ત્યારે કેટલાક કર્મચારીઓએ ટેબલ નીચે છુપાઈને બચવાની કોશિશ કરી હતી. બૂમરાણ વચ્ચે હુમલાખોર કર્મચારીએ પહેલા એ વ્યક્તિને ગોળી મારી હતી જે ઓફિસની બહાર વાહન પર સવાર હતો. એ પછી તે ઓફિસમાં આવ્યો હતો અને ગોળીઓનો વરસાદ શરૂ કરી દીધો હતો.

આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ અમેરિકાના ઈલિનોઈસ રાજ્યમાં નોકરીમાંથી કાઢી મુકાયેલા કર્મચારીએ પાંચ પૂર્વ સહકર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter