કેન્સર પીડિત ચેંગ જેકપોટમાં રૂ. 10 હજાર કરોડ જીત્યો

Saturday 11th May 2024 10:51 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં એક કેન્સરપીડિતે પાવરબોલ જેકપોટમાં 10 હજાર કરોડ રૂપિયા જીતી લીધા છે. જેકપોટ જીતી જનાર નસીબવંતાનું નામ છે ચેંગ સેફાન. લાઓસ મૂળનો 46 વર્ષીય ચેંગે સાતમી એપ્રિલે મહિલા મિત્રની મદદથી જેકપોટ ટિકિટ ખરીદી હતી. ઈનામની રકમનો અડધો હિસ્સો પત્નીને આપવાનો નિર્ણય ચેંગે કર્યો છે. તો બાકીની રકમ મહિલા મિત્રને આપવાની જાહેરાત કરી છે. સ્વાભાવિક છે કે જેકપોટ પ્રાઇઝ મનીના વિજેતાનું નામ જાહેર થતાંની સાથે જ ચેંગના પરિવારમાં આનંદ-ઉલ્લાસનું મોજું ફરી વળ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter