ગ્રીનકાર્ડ હોલ્ડર્સે ડોમેસ્ટિક હવાઈ પ્રવાસ વેળા રિયલ આઈડી સાથે રાખવું ફરજીયાત

Saturday 10th May 2025 02:13 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં રહેતા ગીનકાર્ડ હોલ્ડર્સે બુધવાર - સાત મેથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પ્રવાસ કરવા માટે તેમણે વહીવટી તંત્ર દ્વારા અપાયેલું રિયલ આઇડી સાથે રાખવાનું રહેશે. તેમજ અધિકારીઓ દ્વારા જ્યારે માંગવામાં આવે ત્યારે તે દર્શાવવાનું રહેશે. નિયમનો ભંગ કરનારને દંડ કરાશે.
ગ્રીનકાર્ડ હોલ્ડર્સે તેમની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો જે તે રાજ્ય દ્વારા અપાયેલું રિયલ આઇડી સાથે રાખવું પડશે. જો આવું કોઈ આઇડી ન હોય તો પોતાનો માન્ય પાસપોર્ટ સાથે રાખવાનો રહેશે. જો તેની પાસે સત્તાવાર માન્ય આઇડી કે અન્ય સ્વીકાર્ય ઓળખપત્ર નહીં હોય તો તેમને ફ્લાઈટ પકડવામાં વિલંબ થઈ શકે છે કે તેમને એરપોર્ટ સિક્યુરિટી દ્વારા પ્રવેશ માટે ઈનકાર કરાઇ શકે છે કે કે દંડ ભરવો પડી શકે છે તેમ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ લેન્ડ સિક્યુરિટી દ્વારા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter