ચીનની જાસૂસીના ગુનામાં સીઆઈએના પૂર્વ અધિકારીને ૨૦ વર્ષ કેદ

Thursday 23rd May 2019 05:44 EDT
 

નવી દિલ્હીઃ અમેરિકામાં ચીન માટે જાસૂસી કરવાના આરોપમાં સેન્ટ્રલ ઇટેલિજન્સ એજન્સી (સીઆઇએ)ના એક પૂર્વ અધિકારીને ૨૦ વર્ષની સજા સંભળાવાઈ છે. પૂર્વ અધિકારી કેવિન મેલોરીને અમેરિકી રક્ષાથી સંબંધિત ગુપ્ત માહિતીને ચીનના ગુપ્ત એજન્ટને ૨૫,૦૦૦ ડોલરમાં વેચવાના દોષિત ઠેરવાયા છે. સહાયક એટોર્ની જનરલ જોન ડેમર્સે જણાવ્યું હતું કે અમેરિકી ગુપ્ત એજન્સીના પૂર્વ અધિકારી મેલોરીને ચીની ગુપ્ત અધિકારીને રાષ્ટ્રીય રક્ષા માહિતી આપવાના કાવતરું રચવા માટે પોતાની જિંદગીના ૨૦ વર્ષ જેલમાં વિતાવવા પડશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter