જમીનમાં 200 ફૂટ ઊંડે લક્ઝરી હોટેલ

Friday 07th June 2024 12:15 EDT
 
 

સામાન્ય રીતે લોકો લક્ઝરી હોટેલોની મુલાકાત લેતા રહે છે, પરંતુ અમેરિકાના એરિઝોનામાં એક એવી લક્ઝરી હોટેલ છે જેના રૂમ એક ગુફાની અંદર આવેલા છે. ગ્રાન્ડ કેન્યોન કેવર્ન્સ નામની આ હોટેલના રૂમ જમીનના પેટાળમાં 200 ફૂટ ઊંડે ગુફાની અંદર બનેલા છે, ચારે બાજુ માત્ર દીવાલો અને છત જ દેખાય છે. રૂમ ભલે ગુફામાં હોય, પરંતુ તમામ પ્રકારની સાધનસુવિધાથી સજ્જ છે. અહીં રહીને લોકોને માત્ર આરામદાયક જીવનનો અનુભવ જ નથી થતો, પરંતુ ધરતીની અંદર રહેવાનો રોમાંચ પણ મળે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter