ટ્રમ્પે કલમના એકઝાટકે 180 દેશોને રૂ. 5 લાખ કરોડની સહાય બંધ કરી

Sunday 02nd February 2025 14:17 EST
 
 

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટી તંત્રે શુક્રવારે એક મોટું પગલું ભરતા તમામ વિદેશી સહાય પર રોક લગાવી દીધી છે. જોકે, ઈઝરાયલ અને ઈજિપ્તને આ આદેશમાંથી મુક્તિ આપવામાં આવી છે. લીક થયેલા રિપોર્ટ મુજબ વિદેશમંત્રી માર્કો રુબિયોએ તાત્કાલિક અસરથી સહાયતા રોકવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે 2023-24માં અમેરિકાએ 180 દેશોને કુલ 5.51 લાખ કરોડ રૂપિયાની મદદ કરી હતી. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ અનુસાર તે વિશ્વમાં સૌથી વધુ હતું. આ સમયગાળા દરમિયાન અમેરિકાએ પણ ભારતને 1322 કરોડ રૂપિયાની મદદ કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રના આ નિર્ણયને કારણે હવે આ સહાય બંધ થઈ ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter