ડોમેસ્ટિક પોલિસી એડવાઇઝર પદે ભારતવંશી નીરા ટંડન

Tuesday 09th May 2023 06:37 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેનના સલાહકારોની ટીમમાં વધુ એક ભારતવંશી મહિલાને સ્થાન મળ્યું છે. બાઈડેને જાહેરાત કરી હતી કે પદ છોડીને જઈ રહેલા એડવાઇઝર સુસાન રાઈસની જગ્યાએ ભારતીય-અમેરિકન નીરા ટંડન ડોમેસ્ટિક પોલિસી એડવાઇઝર તરીકે કાર્ય કરશે. પ્રમુખ બાઇડેનના આ નિર્ણય પછી નીરા ટંડન વ્હાઈટ હાઉસ એડવાઇઝર કાઉન્સિલનું નેતૃત્વ કરનારા પ્રથમ એશિયાઈ અમેરિકન બની ગયાં છે.
ઉલ્લેખનીય છે કે નીરા ટંડન વ્હાઈટ હાઉસમાં અગાઉ સ્ટાફ સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે. તે વખતે તેઓ આ પદ મેળવનાર પ્રથમ ભારતીય-અમેરિકન બન્યાં હતાં. નીરાએ રાષ્ટ્રપ્રમુખ બાઇડેનના વરિષ્ઠ સલાહકાર તરીકે પણ કાર્ય કર્યું છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનના કાર્યકાળમાં વ્હાઈટ હાઉસમાં ડોમેસ્ટિક પોલિસી ડાયરેકટર અને પ્રથમ મહિલાના વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter