પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનની પ્રતિમા આકરી ગરમીથી પીગળી ગઈ

Saturday 06th July 2024 05:50 EDT
 
 

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અબ્રાહમ લિંકનની 6 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ છે, જે લિંકન મેમોરિયલ તરીકે ઓળખાય છે. આ પ્રતિમા મીણની બનેલી છે, પરંતુ હાલ અમેરિકામાં તીવ્ર ગરમીના કારણે આ મીણ પીગળી જતાં મૂર્તિનો આકાર બદલાઈને બેડોળ થઇ ગયો છે. પહેલાં મૂર્તિનું માથું પડી ગયું. પછી એક પગ પીગળીને કપાઈ ગયો અને એક પગ પીગળીને આકારહીન થઈ ગયો છે. હવે પ્રતિમાનું સમારકામ હાથ ધરાયું છે. આ સ્મારક કેમ્પ બાર્કર નામની જગ્યા પર છે, જે સિવિલ વોર દરમિયાન શરણાર્થીઓની શિબિર હતી. અહીં આફ્રિકન-અમેરિકન લોકો આશ્રય લેતા હતા. હવે આ જગ્યાએ એક પ્રાથમિક શાળા છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter