બાઇડેને શૈલન ભટ્ટની ટ્રાન્સપોર્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્તિ કરી

શૈલન ભટ્ટ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ઘણા ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરી ચૂક્યા છે

Wednesday 03rd August 2022 05:50 EDT
 
 

વોશિંગ્ટન

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશનના એડમિનિસ્ટ્રેટર તરીકે ભારતીય મૂળના અમેરિકન શૈલન પી ભટ્ટની નિયુક્તિ જાહેર કરી છે. ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ તરીકે જાણીતા શૈલન ભટ્ટ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટરમાં વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર કામગીરી બજાવી ચૂક્યા છે. સપ્ટેમ્બર 2021થી તેઓ મલ્ટીનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટિંગ ફર્મ એઇસીઓએમ ખાતે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તે પહેલાં તેઓ કોલોરાડો ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના એક્ઝિકયુટિવ ડિરેક્ટર કરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

વ્હાઇટ હાઉસની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર શૈલન ભટ્ટ 21મી સદીમાં કોસ્ટ ઇફેક્ટિવ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે વિવિધ સમાશોધિત ઉકેલો લાવ્યા છે. વેસ્ટર્ન કેન્ટુકી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં સ્નાતક શૈલન ભટ્ટ આ નિયુક્ત માટે સહમત થશે તો તેઓ બાઇડેન અને કમલા હેરિસની સરકારમાં મહત્વની જવાબદારી નિભાવતી ભારતીય મૂળના ઇન્ડિયનોની ટીમમાં સામેલ થઇ જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter