ભારતવંશી બૃહત સોમાએ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીત્યું

Saturday 08th June 2024 10:32 EDT
 
 

ફ્લોરિડાઃ ફ્લોરિડામાં રહેતા અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતા 12 વર્ષીય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી બૃહત સોમાએ ટાઈબ્રેકરમાં 29 શબ્દોની સાચી જોડણી જણાવીને સ્કિપ્સ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીત્યું છે. બૃહત સોમાએ સ્પર્ધા જીતીને 50 હજાર ડોલર સહિતના ઈનામ જીત્યાં છે. આ સ્પર્ધામાં ભારતીય બાળકોનું વર્ચસ્વ ચાલુ રહ્યું છે. સ્પર્ધામાં બૃહતે 90 સેકન્ડમાં 29 શબ્દનો સાચો સ્પેલિંગ જણાવીને ફૈઝાન ઝાકીને હરાવ્યો હતો. ફૈઝાને લાઈટનિંગ રાઉન્ડમાં 20 શબ્દોની જોડણી સાચી કરી હતી. બૃહતનો ચેમ્પિયનશીપ શબ્દ ‘એબસેઈલ’ હતો, જેનો અર્થ થાય છે ‘ઉપરના પ્રક્ષેપણ પર દોરડા વડે પર્વતારોહણમાં ઉતરવું’. તમને જણાવી દઈએ કે બૃહત ટાઈબ્રેકરમાં પ્રથમ રહ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter