ભારતીય અમેરિકન પાર્ટનર પુનિત દીક્ષિતની ઈન્સાઈડર ટ્રેડિંગ બદલ ધરપકડ

Tuesday 23rd November 2021 13:59 EST
 

ન્યૂ યોર્કઃ કથિત ઈન્સાઈડર ટ્રેડિંગ સ્કીમનું સંચાલન કરવાનો ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મના ૪૦ વર્ષીય ભારતીય અમેરિકન પાર્ટનર પુનિત દીક્ષિત પર આરોપ મૂકાયો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. ફેડરલ ઓફિસર્સના જણાવ્યા પ્રમાણે તેણે આ સ્કીમથી ૪૫૦,૦૦૦ ડોલર ઉભાં કર્યા હતા. ન્યૂ યોર્ક ફેડરલ પ્રોસિક્યુટર ડેમિયન વિલિયમ્સે જણાવ્યું હતું કે દીક્ષિત પર પેન્ડિંગ એક્વિઝિશન વિશેની આંતરિક માહિતીનો દુરુપયોગ કરવાનો આરોપ છે.

તેને ફેડરલ મેજિસ્ટ્રેટ જજ કેવિન ફોક્સ સમક્ષ રજૂ કરાતા તેમણે ૧ મિલિયન ડોલરના જામીન આપવા આદેશ કર્યો હતો. લીંક્ડ ઈનની પ્રોફાઈલ પ્રમાણે તે દુનિયાની સૌથી મોટી કન્સલ્ટિંગ ફર્મ્સ પૈકી એક મેકકિન્સે એન્ડ કંપનીમાં કામ કરતો હતો.

ગોલ્ડમેન સાક્સે દીક્ષિતની કંપનીને નાસ્ડેક સ્ટોક એક્સચેન્જ પર કાર્યરત કંપની ગ્રીનસ્કાયના એક્વિઝિશન માટે સલાહ આપવાની જવાબદારી આપી હતી અને તેણે તે કંપનીના શેર્સના ટ્રેડ ઓપ્શન માટે આ માહિતીનો ઉપયોગ કર્યો હતો.

ગોલ્ડમેન સાક્સે ૧૫ સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તે ૨.૨૪ બિલિયન ડોલરમાં ગ્રીનસ્કાયનું એક્વિઝિશન કરશે. તેના બે દિવસ અગાઉ કેટલાંક નાના સોદા કર્યા પછી તેણે ૨૪,૬૪૭ ડોલરના કોલ ઓપ્શન તેના અને તેની પત્નીના નામે ખરીદ્યા હતા. જાહેરાત પછી શેર્સના ભાવ વધી ગયા પછી તેણે ૧,૮૨૯ ટકાના નફા સાથે ૪૫૦,૦૦૦ ડોલરમાં તમામ કોલ ઓપ્શન વેચી દીધા હતા.

તેના પર બે અલગ આરોપ મૂકાયા છે અને તે દરેકમાં તેને મહત્તમ ૨૦ વર્ષની સાજાની જોગવાઈ છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને પણ નાણાંકીય પેનલ્ટી માટે તેની સામે સિવિલ કેસ કર્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter