ન્યૂ યોર્કઃ યુએસ પ્રમુખ જો બાયડને ભારતીય-અમેરિકન વિજ્ઞાની ડો. સુબ્રા સુરેશને એન્જિનિયરિંગ, ફિઝિક્સ અને લાઇફસાયન્સ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન અને સંશોધન કાર્ય બદલ નેશનલ સાયન્સ મેડલ અર્પણ કર્યો હતો. પ્રમુખ બાઈડેને દેશના ટોચના નવ વિજ્ઞાનીઓને આ પ્રતિષ્ઠિત મેડલથી સન્માનિત કર્યા હતા.