ભારતીય પરિવારો માટે વાધવાણી ફાઉન્ડેશન $૧ મિલિયનનું ડોનેશન કરશે

Tuesday 25th May 2021 17:09 EDT
 

ન્યૂયોર્કઃ ભારતમાં કોવિડ -૧૯ના ઉછાળાથી અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે વાધવાણી ફાઉન્ડેશન દસ ચેરિટી અને એનજીઓને ગ્રાન્ટ તરીકે $૧ મિલિયનની રકમ ડોનેશનમાં આપશે. આ ગ્રાન્ટ દ્વારા કોવિડ – ૧૯ના દર્દીઓ અને તેમના પરિવારોને તબીબી સાધનો અને સહાય પૂરી પડાશે.

વાધવાણી ફાઉન્ડેશનના ચેરમેન અને ભારતીય અમેરિકન સ્થાપક ડો. રોમેશ વાધવાણીએ જણાવ્યું કે આ મદદ દ્વારા વાધવાણી ફાઉન્ડેશન ભારતીય પરિવારોનીપીડાને થોડા અંશે ઓછી કરવામાં મદદરૂપ થઈ શકશે.આ ગ્રાન્ટના પ્રથમ તબક્કામાં વિશ ફાઉન્ડેશન – ધ વાધવાણી ઈનિશિએટિવ ફોર સસ્ટેનેબલ હેલ્થકેર, ગૂંજઃ રાહત કોવિડ ૨૦૨૧, અમેરિકન ઈન્ડિયન ફાઉન્ડેશનઃ#AIFCOVID19Response અને ઈન્ડિયાસ્પોરાઃ ચલો ગીવ ઈનિશિએટિવની પસંદગી કરવામાં આવી છે.

ચેરિટી-એનજીઓની પસંદગી માટે વાધવાણી ફાઉન્ડેશન દ્વારા દર્દીઓ અને પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડવાની ક્ષમતા અને થયેલી રાહત વિશે ધ્યાન રાખવાની ક્ષમતા જેવાં કેટલાંક ધારાધોરણ રખાયા હતા.તેમાં ક્લિનિક અથવા ઘરે સારવાર લેતા દર્દીઓને તબીબી સહાય, ફૂડ, અસગ્રસ્ત દર્દી અને પરિવારોને લોન-ગ્રાન્ટ, હેલ્થ કેરમાં પાંચ વર્ષથી વધુનો અનુભવ સહિત આગામી મહિના દરમિયાન કોવિડની વિનાશક અસર તાત્કાલિક ઘટાડવાની ક્ષમતા અને ભારતમાં કોવિડ - ૧૯ના ફેલાવાને ધીમો પાડવાનો સમાવેશ થાય છે.

આ ગ્રાન્ટ ઉપરાંત ફાઉન્ડેશન આગામી ૧ સપ્ટેમ્બર સુધી સિમ્ફની AL અથવા વાધવાણી ફાઉન્ડેશનના કર્મચારીઓ દ્વારા સમર્થિત ચેરિટી - એનજીઓને પણ ફાઉન્ડેશન દ્વારા ડોનેશન અપાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter