ભારતીય શીખ ટેક્સી ડ્રાઈવર બલજીત સિંહ પર હુમલો

Tuesday 24th December 2019 06:00 EST
 

કેલિફોર્નિયાઃ ભારતીય શીખ ટેક્સી ડ્રાઈવર બલજીત સિંહ સિંધુ (ઉં ૫૭) કેલિફોર્નિયામાં મેઈલ કેરિયર અને ઉબર ડ્રાઈવર તરીકે કામ કરે છે. તાજેતરમાં તેઓ રિચમંડ મોલ પાસે પોતાના ઘર સામે પાર્કિંગમાં કામ કરી રહ્યા હતા તે સમયે અજાણ્યા માણસોએ તેમના પર હુમલો કર્યો હતો. સૌ પ્રથમ તે વ્યક્તિએ બલજીત સિંહ પાસે લાઈટરની માગ કરી હતી. લાઈટર ન મળતાં પાંચ ડોલરની ઓફર કરીને ગાડીમાં રાઈડ માગી હતી, પરંતુ બલજીત સિંહે તેમને પોતાના કામનો સમય પૂરો થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. તે સમયે અજાણ્યાએ તેમના પર હુમલો કરી દીધો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter