યુએસમાં ઘૂસણખોરી કરતા 17 ભારતીયો પકડાયા

Friday 09th September 2022 06:06 EDT
 
 

ન્યૂ યોર્ક: અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહેલા 17 ભારતીયો સહિત કુલ 100 વિદેશી નાગરિકો પકડાયા હોવાનું અમેરિકી સીમા સુરક્ષા એજન્સીએ કહ્યું હતું. પકડાયેલા વિદેશી નાગરિકો રાતે બે વાગ્યે કેલિફોર્નિયા સરહદે વાડ ઓળંગવાનો પ્રયાસ કરતા હતા એ વખતે પેટ્રોલિંગ ટીમના ધ્યાનમાં આવ્યા હતા.
અમેરિકન સીમા સુરક્ષા એજન્સીના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે કેલિફોર્નિયાની સરહદે વાડ ઓળંગીને અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં રહેલા 100 વિદેશી નાગરિકોને પકડી લેવાયા હતા. એમાં ભારતના 17 નાગરિકો પણ સામેલ હતા. એ ઉપરાંત સોમાલિયાના 37 નાગરિકો, અફઘાનિસ્તાનના છ નાગરિકો, પાકિસ્તાનના ચાર, બ્રાઝિલના ત્રણ નાગરિકોનો સમાવેશ થતો હતો. એકસો લોકોનું આ ગ્રૂપ મોડી રાતે અંધારાનો લાભ લઈને વાડ ઓળંગવાની પેરવીમાં હતા. સેન ડિઆગો સેક્ટર બોર્ડર પેટ્રોલિંગ એજન્ટના ધ્યાનમાં સરહદે થઈ રહેલી હિલચાલ આવી હતી એ પછી આ તમામને પકડી લેવાયા હતા. પકડાયેલા વિદેશી નાગરિકોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter