યુએસમાં ઠગાઇના કેસમાં 5 ભારતીયોની ધરપકડ

Sunday 19th June 2022 12:23 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં વૃદ્ધોને ધાકધમકી આપીને ઠગાઇ કરવાના કેસમાં પાંચ ભારતીયોની ધરપકડ કરાઇ છે. તાજેતરમાં 24 વર્ષીય અનિરુદ્વ કાલકોટે નામના આ પાંચમા આરોપીને હ્યુસ્ટનથી ઝડપી લેવાયો છે. ચાર આરોપી અગાઉથી પોલીસની અટકાયતમાં છે. કાલકોટે પર કાવતરું અને છેતરપિંડીની આરોપ છે. વૃદ્વોને પરેશાન કરવાના અને પૈસા ન આપે તો હુમલો કરવાની ધમકી આપવાના આ કેસમાં એમ.ડી. આઝાદ નામના આરોપીને પણ કોર્ટમાં રજૂ કરાયો હતો. તેની પર છેતરપિંડી અને કાવતરું રચવાનો આરોપ છે. ૨૫ વર્ષીય આઝાદ હ્યુસ્ટનમાં ગેરકાયદે વસતો હતો. પ્રોસિક્યુશનનો આરોપ છે કે પીડિતોને વારંવાર ધાકધમકી આપી નાણાં પડાવાતા હતા અને જો નાણાં ન આપે તો નુકસાનની ધમકી અપાતી હતી. જો આરોપી દોષિત પુરવાર થયા તો બંનેને 20 વર્ષ સુધીની જેલ અને તોતિંગ દંડ થઇ શકે છે. આ કેસમાં ત્રણ અન્ય આરોપીઓ સુમિત કુમાર સિંહ (24), હિમાંશુ કુમાર (24) અને એમડી હસીબ (26) પર અગાઉ જ ચાર્જશીટ મૂકાઇ ગયા છે. આ તમામ હ્યુસ્ટનમાં ગેરકાયદે વસે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter