યુએસ પ્રમુખ બાઇડેનને કેન્સર?

Friday 29th July 2022 07:42 EDT
 
 

ન્યૂ યોર્ક: યુએસ પ્રમુખ બાઇડેન અવારનવાર ભાષણોમાં નાની-મોટી ભૂલચૂક કરતા રહે છે. આ વખતે યુએસ પ્રમુખ બોલી ઊઠ્યા છે કે તેમને કેન્સર છે. હવે તેમના ભાષણનો વીડિયો વાઇરલ બન્યો છે અને ઘણા લોકો માને છે કે આ જીભ લપસી જતાં થયેલી ભૂલ છે જ્યારે ઘણા માનવા લાગ્યા છે કે બાઇડેન ખરેખર કેન્સરનો શિકાર બન્યા છે. મેસેચ્યુસેટ્સના સમરસેટમાં કોલસા પ્લાન્ટની મુલાકાત વેળા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે કેવી રીતે ઘર નજીકની રિફાઈનરીમાંથી ઝેરીલા વાયુ, ધુમાડો અને ગ્રીન-હાઉસ ગેસ નીકળે છે. જેથી આસપાસના પર્યાવરણ પર માઠી અસરો થઈ અને પોતાને પણ કેન્સર છે! મારી સાથે મોટા થયેલા અનેક લોકોને આજે કેન્સર છે. હું જે વિસ્તારમાં મોટો થયો ત્યાં કેન્સરનું પ્રમાણ અમેરિકામાં સૌથી વધુ છે. આ ભાષણ હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter