લોસ એન્જલસમાં ચીની નવા વર્ષની ઊજવણી લોહિયાળ બનીઃ 10નાં મોત

Wednesday 25th January 2023 14:42 EST
 
 

લોસ એન્જલસઃ કેલિફોર્નિયામાં મોન્ટેર પાર્કમાં શનિવારે મોડી રાતે ચીનના નવા લુનાર વર્ષની ઊજવણી પછી લોસ એન્જલસ એરિયા બોલરૂમ ડાન્સ સ્ટુડિયોમાં એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતાં 10 લોકોનાં મોત થયાં છે અને 10 લોકોને ઈજા થઈ છે. ગોળીબાર કરનાર વ્યક્તિના હાથમાં મશીનગન હોવાનો દાવો કરાઇ રહ્યો છે. અમેરિકામાં આ મહિનામાં આ પાંચમો સામૂહિક ગોળીબાર છે.
અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ લોસ એન્જલસથી 16 કિમી દૂર મોન્ટરી પાર્કમાં વ્યાપક સ્તર પર ચીનના નવા લુનાર વર્ષની ઊજવણી ચાલી રહી હતી. ન્યુ યરની ઊજવણી પછી મોન્ટેરી પાર્કમાં એક બોલરૂમ ડાન્સ ક્લબમાં એક બંદૂકધારીએ 10 લોકોને ઠાર કર્યા હતા. હુમલાખોર ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે તેનું પગેરું દબાવ્યું હતું. પોલીસથી ચોમેર ઘેરાઇ બાદ તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી.
મીડિયા અહેવાલ મુજબ આ મહિનામાં અમેરિકામાં આ પાંચમો સામૂહિક ગોળીબાર હતો અને ટેક્સાસમાં યુવાલ્ડેની એક સ્કૂલમાં 21 લોકોના મોત પછીની આ મોટી ઘટના હતી. આ સિવાય તાજા હિંસા કોલોરાડો સ્પ્રિંગ્સ નાઈટ ક્લબમાં પાંચ લોકોના માર્યા ગયાના બે મહિના પછી થઈ છે. મોન્ટેરી પાર્કમાં સામૂહિક ગોળીબારની આ ઘટના થઈ છે ત્યાં એશિયન વસાહતીઓની વસતી મોટી સંખ્યામાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter