સંમતિ વિના લોકેશન ટ્રેસ કરતાં ગૂગલને રૂ. 773 કરોડનો દંડ

Thursday 21st September 2023 12:35 EDT
 
 

વોશિંગ્ટનઃ સંમતિ વિના યુઝરનું લોકેશન ટ્રેસ કરતાં ગૂગલને 773 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ આ અંગે કેસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે યુઝરને તેના લોકેશન સાથે સંકળાયેલા આંકડા પર વધુ નિયંત્રણ લાદવાનો કંપનીએ ભ્રમમાં રાખ્યો હતો. લોકેશન ઓફ કર્યા છતાં યુઝરનું લોકેશન ટ્રેસ કરવામાં આવે છે. લાંબી તપાસને અંતે આ કાર્યવાહી કરાઈ હતી.
બોન્ટાએ કહ્યું, અમારી તપાસમાં બહાર આવ્યું હતું કે કંપનીનો દાવો છે કે વપરાશકારે ડેટા ટ્રેક ન કરવાનો વિકલ્પ પસંદ કર્યા પછી તેને બંધ કરી દેવાય છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. કંપની વ્યાપારી ફાયદા માટે યુઝરની દરેક હિલચાલ પર નજર રાખતી હતી. ગૂગલે આરોપો સાચા ન હોવાનું કહ્યું છે પરંતુ દંડ ચૂકવવા તૈયારી દર્શાવી છે. સાથે જ પારદર્શિતાનો ઉપાય સુદૃઢ કરવાનું પણ કહેવાયું છે, જેમાં યુઝરના ડેટાનો ઉપયોગ કરતાં પહેલાં તેમને નોટિફિકેશન મોકલવામાં આવશે. કંપનીના પ્રવક્તા જોસ કાસ્તાનેદાએ કહ્યું હતું કે આ કંપનીના જૂના નિયમો સાથે જોડાયેલો મુદ્દો હતો પરંતુ હવે બદલી દેવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter