સિંગર મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની હત્યા

Thursday 09th May 2024 10:58 EDT
 
 

વોશિંગ્ટનઃ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની પણ હત્યા થયાના સમાચાર વહેતા થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક ગેંગસ્ટરે 30 એપ્રિલે મોડી સાંજે ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યૂમાં બ્રારને અંધાધૂંધ ગોળીબારમાં ઠાર માર્યો હતો. હત્યાની જવાબદારી ગેંગસ્ટર અર્શદીપ સિંહ ડલ્લા અને લખબીર સિંહે લીધી છે. આ કેસમાં એફબીઆઈ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ છે. એફબીઆઈ દ્વારા આ કેસમાં પવિતર સિંહ અને હુસ્ન દીપ સિંહની ધરપકડ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, ગોલ્ડી બ્રાર પહેલાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ ઓપરેટ કરતો હતો. આ પહેલાં તે કેનેડામાં છુપાયો હતો. પંજાબ સિંગર સિદ્ધ મુસેવાલાની હત્યા બાદ તે કેનેડાથી ભાગીને અમેરિકામાં સંતાયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter