માલિકે શ્વાન માટે ફ્લાઇટનો બિઝનેસ ક્લાસ બુક કર્યો!

Saturday 02nd October 2021 05:37 EDT
 
 

નવી દિલ્હી: સામાન્ય રીતે હવાઇ પ્રવાસ કરવો તે સામાન્ય લોકોનું સપનું હોય છે. ઘણા લોકોના કેસમાં બહુ મહેનત છતાં આ સપનું પૂરું કરવું પણ મુશ્કેલ સાબિત થતું હોય છે. જોકે મુંબઇનો એક શ્વાન આ મામલે નસીબવંતો કહી શકાય. તેણે એક ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં મુંબઇથી ચેન્નઇ વચ્ચે તેના માલિક સાથે એકલા મુસાફરી કરી હતી. સફેદ રંગના આ શ્વાને ૧૫ સપ્ટેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-૬૭૧માં સવારી કરી હતી. શ્વાનના માલિકે બે કલાકના આ હવાઇ પ્રવાસ માટે અઢી લાખ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચ કર્યો હતો. અહેવાલ અનુસાર, એર ઇન્ડિયા એ-૩૨૦ પ્લેનના જે-ક્લાસ કેબિનમાં ૧૨ સીટો હોય છે. શ્વાનની આ મુસાફરી માટે તેના માલિકે સીટ દીઠ ૨૦,૦૦૦ના ખર્ચે બધી સીટો બુક કરી લીધી હતી. આ કદાચ પહેલી એવી ઘટના છે જ્યારે કોઇએ પોતાના પાલતુ પ્રાણી માટે આ રીતે ફ્લાઇટના આખા બિઝનેસ ક્લાસને બુક
કર્યો હોય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter