રૂ. ૨૧૩ કરોડનો પર્પલ-પિન્ક ડાયમંડઃ‘ધ સકુરા’

Thursday 10th June 2021 06:15 EDT
 
 

હોંગ કોંગમાં તાજેતરમાં ઓક્શન હાઉસ ક્રિસ્ટીસ દ્વારા યોજાયેલા મેગ્નિફિશન્ટ જ્વેલ્સ લાઇવ ઓક્શનમાં આ પર્પલ-પિંક કલરનો હીરો ૨૯.૩ મિલિયન યુએસ ડોલર એટલે કે આશરે ૨૧૩ કરોડ રૂપિયાની વિક્રમજનક કિંમતમાં વેંચાયો હતો. પ્લેટિનમની વીંટી પર સજાવાયેલા ૧૫.૮૧ કેરેટના આ હીરાનું નામ છે ‘ધ સકુરા’. આ હીરાના રંગ અને તેમાં કોઈ પણ પ્રકારની ખામી ન હોવાના કારણે તેને ફેન્સી વિવિડ કેટેગરીમાં રાખવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે દુનિયામાં ફક્ત એક ટકો ગુલાબી હીરા ૧૦ કેરેટથી મોટા હોય છે, અને તેમાંથી ફક્ત ૪ ટકાને જ ફેન્સી વિવિડ ગ્રેડ મળતો હોય છે. ઓક્શન હાઉસ ક્રિસ્ટીસના જણાવ્યા પ્રમાણે એક એશિયન વ્યક્તિએ આ હીરો ખરીદ્યો છે. જોકે ઓક્શન હાઉસે તેમનું નામ જાહેર કર્યું નથી. ‘ધ સકુરા’ની હરાજી ૪.૨ કેરેટની દિલ આકારની વીંટી ‘ધ સ્વીટ હાર્ટ’ સાથે કરવામાં આવી હતી. આ વીંટી ૬.૬ મિલિયન યુએસ ડોલરમાં વેચાઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter