શરીરથી જોડાયેલા જોડિયા ભાઈઓ નોકરીએ લાગ્યા

Sunday 09th January 2022 10:09 EST
 
 

પંજાબના અમૃતસરમાં શરીરથી જોડાયેલા બે ભાઈઓ સોહના અને મોહનાને સરકારી નોકરી મળી છે, અને તેમણે ડ્યુટી જોઇન પણ કરી દીધી છે. શારીરિક સમસ્યા છતાં આ ભાઈઓએ જીવનમાં આગળ વધવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો અને પંજાબ સરકારે પણ તેમની મદદ કરી. બન્ને ભાઈઓ પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (પીપીસીએલ)માં ઇલેક્ટ્રિશ્યન તરીકે નોકરીએ લાગ્યા છે અને તેઓ ખૂબ જ ઉત્સાહ સાથે પોતાની ફરજને નિભાવી રહ્યાા છે. ડિસેમ્બરના અંત ભાગમાં નોકરી પર જોડાઇ ગયેલા બંને ભાઈઓએ તેમને આ તક આપવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter