અભી તો મૈં જવાન હુંઃ ૮૫ વર્ષીય દાદીને જોઇએ છે ફૂટડો યુવાન

Tuesday 13th July 2021 12:20 EDT
 
 

ન્યૂ યોર્કઃ કહેવાય છે ને કે પ્રેમમાં કોઈ ઉંમર જોવાતી નથી. એ તો ગમે ત્યારે, ગમે તેની સાથે થઈ શકે છે. તેથી જ પ્રેમની શોધ માટે દુનિયામાં આજે સેંકડો ડેટીંગ વેબસાઈટ ધમધમી રહી છે. આ સાઈટના માધ્યમથી લોકો પોતાના મનના માણીગર શોધતા રહે છે. આવી જ એક ડેટીંગ સાઈટ પર ન્યૂ યોર્કમાં રહેતી ૮૫ વર્ષીય ગ્લેમરસ દાદી પોતાના માટે નવો પાર્ટનર શોધી રહ્યા છે. હૈટ્ટી નામના આ વૃદ્ધાનું તાજેતરમાં ૩૯ વર્ષીય બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું છે. આ પછી તેઓ પોતાની જાતને સંભાળીને ફરી એક વાર સાચ્ચા પ્રેમીની શોધમાં લાગી ગયાં છે. હૈટ્ટીને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ તેમને સાચ્ચો પ્રેમ મળી જશે.
૮૫ વર્ષીય હૈટ્ટી આ અગાઉ એક ૩૯ વર્ષીય યુવાન સાથે ડેટ કરી રહ્યાં હતાં. જોકે હાલમાં જ તેમના વચ્ચે બ્રેકઅપ થયું છે. તેનાથી હૈટ્ટીનું દિલ તૂટી ગયું. જોકે થોડા દિવસ આંસુડા વહાવ્યા બાદ આખરે હૈટ્ટીએ નવા બોયફ્રેન્ડની શોધ ચાલુ કરી છે. આ માટે તેમણે બંબલ નામની ડેટીંગ એપ પર પ્રોફાઈલ બનાવી છે. જયાં તેઓ પોતાના માટે પાર્ટનર શોધી રહ્યાં છે. આમ આ દાદીમાની જિંદગી સિનિયર સિટિઝન પેન્શન પર નભે છે, પરંતુ આમ છતાં તે પોતાના પાર્ટનર પર ધૂમ ખર્ચા કરે છે.
આજે ૮૫ વર્ષનાં હૈટ્ટીના છૂટાછેડા ૪૮ વર્ષની ઉંમરમાં જ થઈ ગયા હતા. તેમનું માનવું છે કે આ લગ્નજીવનમાં તેમના જીવનનો ખૂબ સમય બરબાદ થયો. તેથી તેણે નિર્ણય કર્યો કે, તે હવે યુવાન છોકરાઓને જ ડેટ કરશે. પોતાના કોન્ફિડન્સ અને બિંદાસ લુકના કારણે તે ભલભલા યુવાનોને આકર્ષિત કરવામાં માહેર છે. હૈટી જણાવે છે કે ડેટીંગ સાઈટ પર અમુક યુવકો મળ્યા છે, જે સિંગલ છે પણ હાલમાં તેઓ કોઈને ડેટ કરતાં નથી. હાલમાં તે સૌને જાણી રહ્યાં છે, સમજી રહ્યાં છે.
હૈટ્ટી આ અગાઉ ૩૯ વર્ષીય એક યુવત ડેટ કરી રહ્યાં હતાં. બંનેને સારો મનમેળ પણ થઇ ગયું હતું, અને આનંદ-ઉલ્લાસમાં દિવસો વીતી રહ્યા હતા. જોકે હૈટીને બાદમાં ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ અન્ય યુવતી સાથે લફરામાં હતો. આ જાણને હૈટ્ટીનું દિલ તુટી ગયું. તેથી તેણે બ્રેકઅપ કરી લીધું. થોડા દિવસ પોતાની જાતને સંભાળ્યા બાદ હૈટ્ટીએ ફરી બોયફ્રેન્ડની શોધ ચાલુ કરી છે. ઈઝરાયલના એક યુવકે તેમને રિકવેસ્ટ પણ મોકલી છે. યુવકોને હૈટી ખૂબ કયૂટ લાગે છે.
હૈટ્ટી પોતાના અનુભવ વિશે જણાવે છે કે, જયારે તે સિંગલ હતી ત્યારે અઠવાડિયામાં ૩-૩ વખત ડેટ પર જતી હતી. ટિંડરે તેનું અકાઉન્ટ બ્લોક કરી દીધું એટલા માટે તેને બંબલ પર પ્રોફાઇલ મૂકવો પડ્યો. અહીં પણ અડધી ઉંમરના યુવાનો અપ્રોચ કરી રહ્યા છે.
૮૫ વર્ષીય આ દાદીએ કસરત અને ડાયેટથી પોતાની જાતને એકદમ ફિટ રાખી છે. ડેટીંગ બાદ યુવકો સાથે એકાંતમાં સમય વિતાવવો તેમને ખૂબ પસંદ છે. આશા છે કે, ટૂંક સમયમાં તેને નવો પ્રેમી મળી જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter