અમેરિકામાં ઘૂસવા પ્રયત્ન કરી રહેલા ૧૧ ચીનીની ધરપકડ

Wednesday 18th December 2019 07:01 EST
 

સેન ડિએગો: કેલિફોર્નિયા સરહદ પર મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશ કરી રહેલા એક ટ્રકની તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન અધિકારીઓએ ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસવા પ્રયત્ન કરી રહેલા ૧૧ ચીની નાગરિકોની ધરપરડ કરી લીધી હતી. ધરપકડ કરાયેલા તમામ ચીની નાગરિકો અમેરિકામાં પ્રવેશ કરી રહેલા ટ્રકમાં રાખવામાં આવેલા લાકડા સહિતના અન્ય સામાનની અંદર સંતાયા હતા. અમેરિકી કસ્ટમ અને સરહદ સુરક્ષા વિભાગ દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં એક વ્યક્તિ વોશિંગ મશીનની અંદર અને અન્ય એક વ્યક્તિ લાકડાના કબાટની અંદર સંતાયેલી જોવા મળી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter