વોશિંગ્ટનઃ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંબંધ રાખવાના અને અમેરિકા પર હુમલાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ એક પાકિસ્તાની ડોક્ટરને 18 વર્ષની સજા ફટાકરાવામાં આવી છે. H-1B વિઝા પર અમેરિકામાં કામ કરનારા 31 વર્ષીય તબીબનું નામ મોહમ્મદ મસૂદ છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર મૂસદ પાકિસ્તાનમાં એક લાઇસન્સ પ્રાપ્ત તબીબ હતો અને H-1B વિઝા હેઠળ તે મિનેસોટાના રોચેસ્ટરમાં એક મેડિકલ ક્લિનિકમાં રિસર્ચ એસોસિયેટ તરીકે કામ કરતો હતો. મસૂદ 2020ની શરૂઆતમાં આઇએસના સંપર્કમાં આવ્યો હતો. મસૂદે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાનો ગુનો કબૂલ્યો હતો અને સિનિયર જજ પોલ એ. મેગ્નસને તેને સજા ફટકારી છે. જોકે, મસૂદે 18 વર્ષની સજા આખી નહીં કાપવી પડે. સજા હેઠળ તેણે પાંચ વર્ષ સરકારની દેખરેખ હેઠળ ગાળવાના રહેશે.