ઇરાકમાં બેરોજગારીનો વિરોધ કરનારા ઉપર ગોળીબાર: ૪૪નાં મોત

Wednesday 09th October 2019 08:36 EDT
 

બગદાદઃ બેરોજગારી, સરકારી ભ્રષ્ટાચાર અને પાયાની સેવામાં ખામી મુદ્દે ઇરાકમાં સપ્ટેમ્બરના અંતથી વિરોધ પ્રદર્શન ચાલે છે. ચોથી ઓક્ટોબરે રાજધાની બગદાદમાં જ્યારે દેખાવકારોએ હિંસા ચલાવતા ઇરાકી સુરક્ષાદળે તેમના પર ગોળીબાર કરતાં ૪૪નાં મોત નીપજ્યા હતા જ્યારે ૧,૫૦૦થી વધુ ઘાયલ થયા હતા. અહેવાલ પ્રમાણે બગદાદ અને કેટલાક પ્રાંતોમાં વિરોધ પ્રદર્શનોમાં થયેલી હિંસામાં બે સુરક્ષાકર્મીઓ સહિત ૪૪નાં મોત થયાં હતાં. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter