ઇરાને યુરેનિયમ ઉત્પાદનનો પરમાણુ કરાર તોડ્યો

Wednesday 10th July 2019 07:35 EDT
 

તેહરાનઃ ઈરાને યુરેનિયમ ઉત્પાદનનો જથ્થો વધારીને આઠમીએ ૨૦૧૫નો પરમાણુ કરાર આખરે તોડી નાંખ્યાનું જાહેર થયું હતું. યુરેનિયમનું ઉત્પાદન ૪.૫ ટકા કરતા વધ્યું હોવાની જાહેરાત ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિભાગે જાહેર કર્યું છે. ઇરાન પરમાણુ કાર્યક્રમો આગળ વધારતું હોવાની દહેશતથી ફરી વખત વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો છે. ઈરાનના પરમાણુ ઊર્જા વિભાગના પ્રવક્તાએ જાહેર કર્યું હતું કે ઇરાનનો યુરેનિયમ ઉત્પાદનનો જથ્થો ૪.૫ ટકાને પાર થઈ ચૂક્યો છે. સમાચાર એજન્સીએ પરમાણુ ઊર્જા વિભાગના પ્રવક્તાને ટાંકીને કહ્યું હતું કે દેશની ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા માટે યુરેનિયમના જથ્થાનું ઉત્પાદન વધારાયું છે. આટલા જથ્થાના ઉત્પાદન સાથે જ ઈરાને ૨૦૧૫માં થયેલા પરમાણુ કરારને તોડી નાંખ્યો છે.
ભારત અમારું મિત્રરાષ્ટ્રઃ ઇરાન
અમેરિકા સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ઇરાને ભારતને તેનું દોસ્ત કહ્યું છે. ઇરાને કહ્યું છે કે, ક્રૂડની આયાત કરવા મુદ્દે ભારત દેશહિતમાં નિર્ણય કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter