ઊંઘની સ્પર્ધા...!

Sunday 02nd June 2024 04:43 EDT
 
 

તમે સ્પર્ધાઓ તો અનેક પ્રકારની જોઈ હશે, પરંતું શું ક્યારેય ઊંઘની સ્પર્ધા વિશે સાંભળ્યું કે જાણ્યું છે? તાજેતરમાં સાઉથ કોરિયાના સિઓલમાં આ અનોખી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નોકરિયાત વર્ગ સહિત શાળાના બાળકો, મહિલાઓએ પણ ભાગ લીધો હતો. જેમાં સૌથી વધુ નીંદર માણનારને વિજેતા જાહેર કરાયા હતા. આજકાલ ટેક્નોલોજીના યુગમાં લોકો સતત મોબાઈલ - લેપટોપમાં વ્યસ્ત રહે છે. સાથે સાથે જ વધુ પડતાં કામના બોજથી સ્ટ્રેસ જોવા મળી રહ્યો છે. લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી આ સમસ્યા પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા અને ઊંઘનું મહત્ત્વ સમજાવવા આ સ્પર્ધા યોજાઇ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter