કાશ્મીર મુદ્દે યુએસ કોંગ્રેસ કમિશનની સુનાવણીનું સૂરસૂરિયું

Wednesday 20th November 2019 07:42 EST
 

વોશિંગ્ટનઃ જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકારોના ભંગ મુદ્દે અમેરિકાની કોંગ્રેસના કમિશનની સુનાવણીનું તાજેતરમાં સૂરસૂરિયું થયું હતું. આ સુનાવણી માટે પેનલના ૮૪ સભ્યોમાંથી માત્ર ચાર જ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ ૩૭૦ની જોગવાઈઓ ઉઠાવી લીધા પછી અમેરિકન પેનલની આ બીજી બેઠક નિષ્ફળ ગઈ છે. ટોમ લેન્ટોસ હ્યુમન રાઈટ કમિશન દ્વારા આયોજિત સુનાવણીમાં હાજર રહેવાનો રીપબ્લિકન્સે ઈનકાર કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે આ કમિશન પક્ષપાતી અને એક તરફી છે. તેણે વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. રીપબ્લિકન કો-ચેર ક્રિસ્ટોફર એચ. સ્મિથ સિવાય પક્ષમાંથી એક પણ સભ્ય સુનાવણી માટે હાજર
રહ્યો નહોતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter