કોલકતાની અનસૂયાને કાન્સમાં મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ

Thursday 30th May 2024 08:01 EDT
 
 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કોલકતાની અનસૂયા સેનગુપ્તાને ‘શેમલેસ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો છે. આ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પહેલી વાર ભારતની કોઈ એક્ટ્રેસને આ એવોર્ડ મળ્યો છે. અનસૂયાએ બલ્ગેરિયાના ડાયરેક્ટર કોન્સ્ટેન્ટિન બોઝાનોવની ફિલ્મ ‘શેમલેસ’માં સેક્સ વર્કરની ભૂમિકા માટે આ એવોર્ડ મેળવ્યો છે. એક સેક્સ વર્કર દિલ્હીમાં એક પોલીસમેનને ચાકુ મારને ભાગી જાય છે અને તે પછી તેની જિંદગીમાં કેવી કેવી ઘટનાઓ બને છે તેના પર આ ફિલ્મ આધારિત છે. અનસૂયાને અનસર્ટેન રિગાર્ડ કેટેગરીમાં બેસ્ટ એકટ્રેસનો આ એવોર્ડ મળ્યો હતો. તેણે પોતાનો આ એવોર્ડ દુનિયાભરના સમલૈંગિક સમુદાય તથા હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના લોકોને સમર્પિત કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter