દુઃખની ઘડીમાં અમે તમારી સાથે છીએઃ યુએઇ

Friday 30th April 2021 06:00 EDT
 
 

દુબઇ : ભારત કોરોના સંક્રમણના વિસ્ફોટનો સામનો કરી રહ્યું છે ત્યારે યુએઈ સરકારે ભારતીયો માટે અનોખી રીતે પ્રાર્થના કરી હતી. આ દુ:ખની ઘડીમાં યુએઈ ભારતની સાથે છે એવું દર્શાવવા દુબઈની વિખ્યાત બુર્જ ખલીફા સહિતની જાણીતી ઈમારતો પર લાઈટિંગ કરીને ૨૩ સેકન્ડ સુધી ભારતીય ત્રિરંગો પ્રદર્શિત કરાયો હતો. બુર્જ ખલીફાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કહેવાયું હતું કે, ‘આ દુ:ખની ઘડીમાં અમે ભારત અને તેના તમામ નાગરિકો માટે આશા, પ્રાર્થના અને સહકાર મોકલીએ છીએ.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter