નવા વિઝા નિયમોનો ડરઃ ભારતીય ઘરમાં કેદ, મુસાફરી ટાળી રહ્યાાં છે

Sunday 18th January 2026 02:13 EST
 
 

વોશિંગ્ટનઃ પ્રમુખ ટ્રમ્પના ઇમિગ્રેશન વિરોધી શ્રેણીબદ્ધ પગલાંને કારણે ભારતવંશી લોકો સહિતના તમામ ઇમિગ્રન્ટ્સ માટે ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું છે. નવા વિઝા નિયમોને કારણે ભારતીયો પોતાના ઘરોમાં કેદ બન્યાં છે અને બહાર મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. માત્ર ગેરકાયદે જ નહીં, પરંતુ કાયદેસર રહેતા લોકો પણ હવે લો-પ્રોફાઇલ રહેવા લાગ્યાં છે. ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની ભાગીદારીમાં કૈસર ફેમિલી ફાઉન્ડેશન (KFF)એ હાથ ધરેલા 2025ના ઇમિગ્રન્ટ્સ સરવેમાં જાણવા મળ્યું છે કે યુએસ ઇમિગ્રેશન અધિકારીઓથી ડરીને 27 ટકા અથવા તો દસમાંથી ત્રણ ઇમિગ્રન્ટ્સ ઇરાદાપૂર્વક દેશની અંદર અથવા દેશની બહાર મુસાફરી કરવાનું ટાળ્યું હતું. વેલિડ એચ-1બી વિઝા અને ગ્રીનકાર્ડ ધરાવતા કાયદેસરના ઇમિગ્રન્ટ્સ પણ મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter