ભારતને સશસ્ત્ર ડ્રોન વેચવા માટે અમેરિકાએ આપી મંજૂરી

Wednesday 12th June 2019 07:31 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકી સરકારે ભારતને સશસ્ત્ર ડ્રોન વેચાણ આપવાને મુદ્દે મંજૂરી આપી દીધી છે. અમેરિકાઆ મંજૂરી સાથે જ ભારતને ઇન્ટિગ્રેટેડ એર એન્ડ ડિફેન્સ સિસ્ટમ વેચવાની પણ ઓફર કરી છે. આ બંને સિસ્ટમ હસ્તગત થાય તો ભારતને પોતાની સૈન્ય ક્ષમતા વધારવામાં અને હિંદ-પ્રશાંત સાગરમાં પોતાના હિતોની સુરક્ષા કરવામાં પણ મદદ મળશે.
પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલાને પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલી તંગદિલી વચ્ચે અમેરિકાએ આ મંજૂરી અને ઓફર ફેબ્રુઆરી મહિનામાં જ કરી દીધી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter