ભારત અને પાકિસ્તાનની બે કન્યાઓએ અમેરિકામાં કર્યાં લેસ્બિયન-લગ્ન

Friday 06th September 2019 09:03 EDT
 
 

કેલિફોર્નિયા: બે કન્યાઓએ લગ્ન કર્યાં એની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાંથી એક કન્યા ભારતીય છે જ્યારે બીજી પાકિસ્તાની. હવે લેસ્બિયન અને ગે લગ્નોની કોઈ નવાઈ નથી રહી, પરંતુ વિવિધ કલ્ચરના લોકો વચ્ચે જ્યારે આ પ્રકારનાં સંબંધો બંધાય છે ત્યારે સોશિયલ મીડિયામાં એ ચર્ચાનો વિષય બને છે. ભારતની બિયાંકા માયલી અને પાકિસ્તાનની સાયમાએ લગ્ન કર્યાં ત્યારે બંને કન્યાઓ પોતપોતાના દેશની પરંપરા મુજબ તૈયાર થઈ હતી. સાયમાએ શેરવાની પહેરી હતી અને ગળામાં મુગલ સમ્રાટ જેવી મોતીની માળા અને લેટેસ્ટ ટ્રેન્ડના ગ્લેડિએટર્સ ઠઠાડ્યા હતાં.
જ્યારે બિયાંકાએ સાડી પહેરી હતી અને મોટા ઇયરરિંગ્સ અને માંગટીકા સાથે તે એકદમ ઇન્ડિયન નવવધૂ દેખાતી હતી. સોશિયલ મીડિયા પર આ અનોખા યુગલના લુક માટે અનેકોએ વખાણ કર્યા હતા


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter