યે બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મો કા સંગમ હૈ...

Tuesday 23rd May 2023 10:47 EDT
 
 

હિન્દુસ્તાનના વિભાજન સમયે વિખૂટા પડી ગયેલા ભાઈ–બહેન 75 વર્ષે કરતારપુર કોરિડોરથી એકબીજાને મળ્યા હતા. આ સમયે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. ભારતનાં 81 વર્ષનાં મહેન્દ્ર કૌર પાકિસ્તાનમાં વસતા તેમના 78 વર્ષના ભાઈ શેખ અબ્દુલ અઝીઝને પાક. કબજાગ્રસ્ત કાશ્મીરમાં કરતારપુર કોરિડોર ખાતે મળ્યા હતાં. ભાઇ-બહેનની આ મુલાકાતમાં સોશિયલ મીડિયાની મહત્ત્વની ભૂમિકા રહી હતી. દેશના ભાગલા દરમિયાન સરદાર ભજનસિંઘના કુટુંબ પણ બે ટુકડામાં વહેંચાઇ ગયું હતું. ભજનસિંઘના પરિવારે ભારતમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ સમયે માત્ર ત્રણ વર્ષના શેખ અબ્દુલ અઝીઝ કોઇક રીતે પાક. પહોંચી ગયા હતા અને ત્યાં જ તેમનો ઉછેર થયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter