રેડિયો કેનેડાએ ટ્રુડોને મદારી દર્શાવી ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવી

Thursday 10th January 2019 01:51 EST
 
 

ટોરન્ટોઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ફેબ્રુઆરી, ૨૦૧૮માં કરેલો ભારત પ્રવાસ હજુ સુધી તેમનો પીછો છોડતો નથી. સરકારી ફિન્ડિંગથી ચાલી રહેલા પબ્લિક બ્રોડકાસ્ટ રેડિયો કેનેડાએ ટ્રુડોના ભારત પ્રવાસની સાથે ભારતીય સંસ્કૃતિની પણ મજાક ઉડાવતાં સમગ્ર દેશમાં રેડિયો કેનેડાની ટીકા થઈ રહી છે. પ્રોગ્રામની શરૂઆતમાં ટ્રુડોની ભૂમિકા ભજવનાર એક કલાકાર ભારતીય મદારી જેવા કપડાં પહેરી કલ્પનાની દુનિયામાં ખોવાઈ જાય છે. મોન્ટ્રીઅલ કલ્ચર કંપની બોર્ડ બ્લાસ્ટની ભારતીય ફાઉન્ડર ઇનાએ કહ્યું કે, આ વીડિયો સ્પષ્ટપણે ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. અમારા ડાન્સ અને પરંપરાઓની આ પ્રકારે મજાક ઉડાવવી યોગ્ય નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter