‘પુષ્પા’નો રશિયામાં પણ તરખાટ

Friday 13th January 2023 07:09 EST
 
 

ભારતભરમાં ધૂમ મચાવનારી ‘પુષ્પાઃ ધી રાઈઝ’ ફિલ્મ રશિયામાં પણ સુપરહિટ પુરવાર થઈ છે. આ ફિલ્મે રશિયામાં એક મહિના કરતાં પણ ઓછા સમયમાં 13 કરોડ રૂપિયાની જંગી કમાણી કર્યાના અહેવાલ છે. ‘પુષ્પા: ધ રાઇઝ’ ગઈ આઠમી ડિસેમ્બરના રોજ રશિયામાં રિલીઝ થઇ હતી, અને હજી પણ આ ફિલ્મ દેશના 774 થી પણ વધુ સ્ક્રીન પર ચાલી રહી છે. આ ફિલ્મે રશિયાના બોક્સ ઓફિસ પર 25 દિવસમાં જ એક કરોડ રૂબલ કરતાં પણ અધિક કમાણી કરી છે. ભારતીય ચલણ અનુસાર આ રકમ આશરે 13 કરોડ રૂપિયા થવા જાય છે. આ સાથે જ આ ફિલ્મ ‘બાહુબલી-ટુ’ને પાછળ ધકેલી દઇને રશિયામાં સૌથી વધુ કમાણી કરનારી દક્ષિણ ભારતીય ફિલ્મ બની છે. ‘પુષ્પા’એ ભારતમાં લગભગ રૂપિયા 350 કરોડની કમાણી કરી છે. અને આ વર્ષે તેનો બીજો ભાગ રજૂ થાય તેવી સંભાવના છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter