93 વર્ષના મીડિયા મુગલ રુપર્ટ મર્ડોકે પાંચમા લગ્ન કર્યા

Sunday 09th June 2024 10:26 EDT
 
 

ન્યૂયોર્કઃ અમેરિકી બિઝનેસમેન અને મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોક 93 વર્ષની ઉંમરે પાંચમી વખત લગ્નબંધને બંધાયા છે. તેમણે 67 વર્ષનાં નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજિસ્ટ એલેના ઝુકોવા સાથે સંસાર માંડ્યો છે. લગ્ન સમારંભ શનિવારે મર્ડોકના કેલિફોર્નિયા ખાતેના વાઈનયાર્ડ અને એસ્ટેટ ‘મોરાગા’ ખાતે યોજાયો હતો. મર્ડોકે પહેલા લગ્ન 1956માં ઓસ્ટ્રેલિયન ફ્લાઈટ એટેન્ડન્ટ પેટ્રિસિયા બૂકર સાથે કર્યા હતા. 1960માં બંનેના ડિવોર્સ થયા બાદ ન્યૂઝપેપર રિપોર્ટર એના ટોર્વ સાથે તેમણે બીજા લગ્ન કર્યા હતા. 1999માં ડિવોર્સના થોડાં મહિનામાં મર્ડોકે વેન્ડી ડેંગ સાથે લગ્ન કર્યા હતા. 2016માં મોડલ જેરી હોલ સાથે મર્ડોકના ચોથા લગ્ન અને 2021માં ડિવોર્સ થયા હતા. મર્ડોકને કુલ 6 સંતાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter