એકસમાન નામના કારણે વકીલ 150 માઇલ દૂરની અદાલતમાં પહોંચી ગયો

Wednesday 23rd November 2022 05:05 EST
 
 

લંડન

એકસમાન નામ ધરાવતા સ્થળોના કારણે ઘણીવાર મોટા છબરડા સર્જાતા હોય છે. જો બેધ્યાનપણે જે તે સ્થળે પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે તો નિર્ધારિત સ્થળને બદલે અન્ય સ્થળે પહોંચી જવાતું હોય છે આવી જ એક ઘટના વકીલ બ્રાડ લોલોર સાથે ઘટી હતી.

બ્રાડ લોલોરને એક રેપ કેસમાં ડિફેન્સ લોયર તરીકે હાજરી આપવા આઇલ ઓફ વિટના ન્યૂપોર્ટ ખાતેની ક્રાઉન કોર્ટમાં હાજરી આપવાની હતી પરંતુ બેધ્યાનપણે હંકારી જતા તે 150 માઇલ દૂર આવેલા સાઉથવેલ્સના ન્યૂપોર્ટ ખાતે પહોંચી ગયા હતા.જુનિયર બેરિસ્ટરના આ છબરડાના કારણે આઇલ ઓફ વિટના ન્યૂપોર્ટની ક્રાઇન કોર્ટના જજ ભારે રોષે ભરાયા હતા. જજે આ પ્રકારની ગેરસમજ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં બીજા સપ્તાહમાં પુનઃસુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter