એક્ઝિટ પોલનો સચોટ વર્તારો

Tuesday 09th July 2024 14:20 EDT
 

લંડનઃ 4 જુલાઇ ગુરુવારના રોજ રાત્રે 10 કલાકે મતદાન સમાપ્ત થતાંની સાથે જ જારી કરાયેલાં એક્ઝિટ પોલ સચોટ પૂરવાર થયાં હતાં. વિવિધ એક્ઝિટ પોલમાં યુકેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 14 વર્ષના શાસનકાળનો અસ્ત અને લેબર પાર્ટીના શાસનનો ઉદય પ્રોજેક્ટ કરાયો હતો. એક્ઝિટ પોલ અનુસાર 650 સભ્યોની સંસદમાં લેબર પાર્ટીને 410 અને કન્ઝર્વેટિવ પાર્ટીને 131 બેઠકનું અનુમાન આપવામાં આવ્યું હતું, એક્ઝિટ પોલમાં લિબરલ ડેમોક્રેટને 31, રિફોર્મ યુકે પાર્ટીને 13 બેઠક આપવામાં આવી હતી.

એક્ઝિટ પોલ અને ચૂંટણી પરિણામ

પાર્ટી – એક્ઝિટ પોલ -  વાસ્તવિક પરિણામ

લેબર પાર્ટી – 410 - 412

કન્ઝર્વેટિવ પાર્ટી – 131 – 121

લિબરલ ડેમોક્રેટ – 61 - 72

રિફોર્મ યુકે – 13 - 05

એસએનપી – 10 – 09

ગ્રીન પાર્ટી – 02 - 04

પ્લેઇડ  04 - 04


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter