ઓક્ટોબરમાં ફુગાવો વધીને ૪.૨ ટકા

Wednesday 24th November 2021 06:42 EST
 

લંડનઃ બ્રિટનમાં ઓક્ટોબરનો ફુગાવો છેલ્લા દસ વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ઉર્જા સંબધિત સેવાઓ મોંઘી થવાથી ઓક્ટોબરમાં ફુગાવો વધીને ૪.૨ ટકા થયો હોવાનું સરકારી આંકડામાં જણાવાયું છે. ફુગાવો ગયા મહિને ૩.૧ ટકા હતો. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના શરૂઆતના મહિનાઓમાં ફુગાવામાં તીવ્ર ઘટાડો થયો હતો.

નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના જણાવ્યા અનુસાર ઓક્ટોબરમાં અપેક્ષા કરતા ફુગાવો વધુ આવ્યો છે. ઓક્ટોબર, ૨૦૨૧નો ફુગાવો નવેમ્બર, ૨૦૧૧ પછીનો સૌથી વધારે છે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં ગેસ અને વીજળીના ભાવમાં ૧૨ ટકાનો વધારો થયો છે. જેની લાખો લોકો પર અસર થઇ છે. યુઝ્ડ કાર, ફ્યુલ, રેસ્ટોરાંના ભોજન અને હોટેલ રૂમ્સના ભાવ વધવાથી ફુગાવો વધ્યો છે. ફેક્ટરીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ અને કાચા માલના ભાવ સતત વધી રહ્યાં છે અને તેના ભાવ હાલમાં છેલ્લા દસ વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter