લંડન: કોરોના કેસીસ વધી રહ્યા છે તેની વચ્ચે પણ બ્રિટિશરોએ આખરે લોકડાઉનના ફેસ માસ્થક, સેલ્ફ આઈસોલેશન સહિતના નિયંત્રણોમાંથી આઝાદીને માણી છે. ૧૯ જુલાઈ પછી શું કરી શકાશે તે આ પ્રમાણે છે.
• સેલ્ફ આઈસોલેશન નિયમઃ વેક્સિનના બે ડોઝ લીધેલી વ્યક્તિને કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી ૧૦ દિવસના ક્વોરેન્ટાઈનમાંથી મુક્તિ મળવાની આશા હતી. જોકે, હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે આ નિયમ ૧૬ ઓગસ્ટ સુધી યથાવત રાખવાની જાહેરાત કરી છે.
• ફેસ માસ્કઃ ફેસ માસ્ક ફરજિયાત પહેરવાનો કાયદો રદ કરી દેવાયો છે પરંતુ, ભીડવાળા ઈન્ડોર એરિયાઝ લોકો ફેસ માસ્ક પહેરે તેવો અનુરોધ કરાયો છે. જોકે, લંડન સહિત કેટલાક શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફેસ માસ્ક ફરજિયાત રખાયા છે.ખાનગી કંપનીઓ પણ તેના માટે અલગ નિયમ બનાવી શકે છે.
• વર્ક ફ્રોમ હોમઃ સરકારી સૂચના રદ કરાઈ છે પરંતુ, ઉનાળા સુધીમાં લોકો તબક્કાવાર ઓફિસોમાં કામ કરવા આવે તેવી સરકારની ભલામણ છે.વ્યક્તિગન એમ્પ્લોયર્સ તેમના કર્મચારીઓને આ મુદ્દે સૂચના આપી શકે છે.
• કેર હોમ્સઃ કેર હોમ્સના મુલાકાતીઓની સંખ્યા પર મર્યાદા હટાવી દેવાઈ છે પરંતુ, જો માસ્ક પહેર્યો નહિ હોય તો મુલાકાતનો ઈનકાર કરી દેવાય તેવી શક્યતા છે. સંક્રમણ ન થાય તેવાં પગલાં ફરજિયાત રહેશે.
• રુલ ઓફ સિક્સઃ ઘરની અંદર અથવા ઈનડોર ૬ વ્યક્તિથી વધુ વ્યક્તિ મળી ના શકે તેવો નિયમ રદ કરી દેવાયો છે.
• સોશિયલ ડિસ્ટન્સિંગઃ બે વ્યક્તિ વચ્ચે એક મીટરનું અંતર રાખવાનો નિયમ રદ કરી દેવાયો છે. આના પરિણામે, રેસ્ટોરાંએ ટેબલ્સ- ખુરશીઓ વચ્ચે આટલી જગ્યા રાખવી નહિ પડે.
• વેડિંગ્સ અને ફ્યુનરલ્સઃ સંખ્યા પર હવે કોઈ મર્યાદા રખાઈ નથી તેમજ મોટા મેળાવડાઓ માટે રિસ્ક એસેસમેન્ટનો નિયમ દૂર કરી દેવાયો છે.
• વેક્સિન પાસપોર્ટ્સઃ પબ્સ, ક્લબ્સ અને વિશાળ કાર્યક્રમોમાં વેક્સિન પાસપોર્ટના ઉપયોગને પ્રોત્સાહન અપાયું છે પરંતુ, હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી તેની તરફેણ કરતી નથી.
•પબ્સઃ બાર અને પબ્સમાં સામાન્ય સર્વિસ ચાલુ થઈ છે. હવે QR કોડથી બુકિંગ કે તેના સ્કેનિંગની જરુર રહેશે નહિ. જોકે, પબ્સ પ્રવેસ માટે પોતાના નિયમ ઘડી શકે છે.
• નાઈટ ક્લબ્સઃ મહામારી ત્રાટકી તે અગાઉ નાઈટ ક્લબ્સ ચલાવી શકાશે. ગાયકવૃંદ સહિતના તમામ નિયંત્રણો ઉઠાવી લેવાયાં છે.
• થિયેટર અને સ્પોર્ટ્સ ઈવેન્ટ્સઃ થિટેયર અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત રહેશે. પ્રવેશ માટે પણ QR કોડથી સ્કેનિંગની આવશ્યકતા રહી નથી.