કામના સ્થળે કર્મચારીઓને રાખનાર દોષી જાહેર

Wednesday 25th March 2020 04:33 EDT
 

લંડનઃ શીપલેના કારવોશ ઓપરેટર અહેમદ મહમૂદ હુસૈન હાઉસિંગ નિયમોનાં ભંગ બદલ દોષી જાહેર કરાયો છે. અહેમદ સામે કામના સ્થળે કર્મચારીઓને રાખવા તથા સ્થળ પર સફાઇનો અભાવ, ગંદકી, સુવિધાનો અભાવની ફરિયાદ થઇ હતી. તે વેલી રોડ પર પીટ સ્ટોપ કાર વોશ ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેને સામે ઇમરન્સી પ્રોહીબીશનઓર્ડર ભંગ બદલ ૫૩૮૦ પાઉન્ડનો દંડ ઉપરાંત વિક્ટીમ સરચાર્જપેટે ૧૮૧ પાઉન્ડ અને કાઉન્સિલ કોસ્ટ પેટે ૩૭૩ પાઉન્ડ વસૂલવાનો આદેશ કરાયો છે.

બ્રાડફોર્ડ કાઉન્સીલની હાઉસિંગ સ્ટાન્ડરના અધિકારીઓને તેના અંગે ગત જુલાઈમાં માહિતી મળી હતી. કાર વોશના સ્થળે કામદારો જોખમી અને સુવિધા વગરની સ્થિતિમાં રહી રહ્યાં હોવાની જાણકારી પછી તપાસ કરાઈ હતી.

જુલાઈ, ૨૦૧૯માં બ્રાડફોર્ડ કાઉન્સીલના અધિકારીઓ સાથે પોલીસ, ગેન્ગમાસ્ટર અને લેબર અબ્યુસ ઓથોરીટી તથા ફાયર સર્વિસ સહિતના વિવિધ વિભાગો દ્વારા સ્થળની મુલાકાત લઇને તપાસ કરાઈ હતી. રીજનરેશન, પ્લાનિંગ અને ટ્રાન્સપોર્ટનો હવાલો ધરાવતા કાઉન્સિલર એલેક્સ રોઝ-શોએ કહ્યું હતું કે અમે કોર્ટના આ આદેશને આવકારીએ છીએ. આવી જોખમી અને આરોગ્યને જોખમી સ્થળે રહેવું એ ત્યાના લોકો માટે અપમાનજનક છે.

તપાસમાં અધિકારીઓને રસોડાંમાં સફાઈનો અભાવ, ઉંદર પકડવા માટે હાથે બનાવેલું છટકું, લાકડા પર મુકેલું કામચલાઉ સ્ટવ, રાંધણગેસની ટાંકી, કામચલાઉ સીંક તથા ખુલ્લાં કબાટ મળી આવ્યા હતા.

ઓરડામાં ગાદલા, ફર્નીચર, મોબાઇલ અને કપડાં મળ્યા હતા જેમાંથી તીવ્ર કેમિકલની ગંધ આવતી હતી. નબળું વેન્ટીલેશન, ફાયર અલાર્મનો અભાવ તથા આપત્તિના સમયે બહાર નિકળવાના અપૂરતા રસ્તાની પરિસ્થિતિ જોવા મળી હતી.

હાઉસિંગ સ્ટાન્ડર્ડ અને ફાયર વિભાગના અધિકારીઓનું માનવું છે કે અહીં રહેવાવાળાઓની આરોગ્ય તથા સલામતી સામે જોખમ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter